વાંકાનેર તાલુકાના ભલગામ નજીક દુધના કેનમાં છુપાવેલ 84 બોટલ વિદેશી દારૂ સાથે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ પોલીસ દ્વારા આ રેડમાં કુલ રૂ. 57 હજારનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકની સુચના અને માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન પો.કો. હરિશ્ચંદ્રસિંહ ઝાલા અને સંજયસિંહ જાડેજાને મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે

વાંકાનેર તાલુકાના ભલગામના પાટિયા પાસે જીગ્નેશભાઈ ઉર્ફે જીગો ખેંગારભાઈ શરસિયા (ઉ.વ. 35 રહે. રાજકોટ) દૂધના કેનમાં ઈંગ્લીશ દારૂની બોટલ નંગ 84 જેની કિંમત રૂ. 25,200 ભરીને નિકળતા પોલીસ દ્વારા તેને પકડી પાડી વિદેશી દારૂ સહિત કુલ રૂ. 57,200નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર તાલુકા પોલીસની આ કામગીરીમાં પી.એસ.આઇ. આર. પી. જાડેજા, હેડ કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ જાડેજા, જુવાનસિંહ ઝાલા તથા કોન્સ્ટેબલ હરિશ્ચંદ્રસિંહ ઝાલા, સંજયસિંહ જાડેજા, દર્શિતભાઈ વ્યાસ સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/H3EqhQ1RitQGEYhPsrbkpr

error: Content is protected !!