પિતાથી અલગ રહેતો ભાઈ પિતાને મળવા ઘેર જતા બાબતનું સારૂં નહી લાગતાં ચાર શખ્સોએ યુવાનને માર માર્યો…
વાંકાનેર શહેરના વિશીપરા વિસ્તારમાં રહેતો એક યુવાન પારિવારિક ઝઘડામાં પિતાથી અલગ બાજુમાં રહેતો હોય જેમાં ગઇકાલે તે કોઈ કામસર પિતાના ઘરે જતા આ બાબતનું સારૂં નહી લાગતાં તેના બે સગા નાના ભાઈઓ અને બે પિતરાઈ ભાઈઓએ મળી યુવાન પર ધોકા વડે હુમલો કરી માર મારી પગની ઢાંકણી ભાંગી નાંખતા બાબતે યુવાને ચાર શખ્સો સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના વિસીપરા વિસ્તારમાં પુજારા કારખાના પાસે રહેતા અજયભાઇ જગદીશભાઇ સુરેલાએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી ગઈકાલે કોઈ કારણસર તેની બાજુમાં જ રહેતા પિતાના ઘરે જતા, આ બાબતનું તેના નાના ભાઈઓને સારૂં નહીં લગતા ફરિયાદીના સગા નાના ભાઈ મનીષભાઇ જગદીશભાઇ સુરેલા અને સાગર જગદીશભાઇ સુરેલા
તેમજ પિતરાઈ ભાઈ રાહુલભાઇ રમેશભાઇ સુરેલા અને રજનીભાઇ રમેશભાઇ સુરેલાએ અજયભાઈ પર ધોકા વડે હુમલો કરી માર મારી પગની ઢાંકણીમાં ફ્રેક્ચર કરી નાંખતા બાબતે યુવાને ચારેય આરોપીઓ સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU