ABPSS ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ચક્રવાતના મેનેજીંગ તંત્રી જીજ્ઞેશભાઈ કાલાવડીયાને આવકારતા વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા….
વાંકાનેર શહેર ખાતે શ્રી પાર્થધ્વજ હનુમાનજી યુવક મંડળ દ્રારા ભવ્યાતિભવ્ય રીતે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિશેષ આમંત્રણને માન આપી ચક્રવાત ન્યુઝ ટીમના મેનેજીંગ તંત્રી અને અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જીજ્ઞેશભાઈ કાલાવડીયાએ વિશેષ હાજરી આપી તમામ આયોજકોને પ્રોત્સાહિત કર્યા હતા….
આ સાથે જ આ તકે વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા(ધમભા) દ્વારા ટીમ ચક્રવાતના જીજ્ઞેશભાઈ કાલાવડીયા, યાકુબભાઈ બાદી, અમીતભાઈ મઢવી સહિતનાને વિશેષ આવકારી ભેટ સ્વરૂપે શાલ અર્પણ કરી હતી. હાલ તા. ૨૪/૦૪ થી ૩૦/૦૪ સુધીના આ ભવ્ય ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણ પ્રસંગે આયોજક શ્રી પાર્થધ્વજ હનુમાનજી યુવક મંડળ તેમજ ભીખાલાલ મકવાણા, ધર્મેન્દ્રસિંહ ઝાલાના આયોજનને વાંકાનેરની ધર્મપ્રેમી જનતા આવકારી રહી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7