ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના ઉપક્રમે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવનાર છે. આ ખેલ મહાકુંભનો મુખ્ય ઉદ્દેશ રમતગમતનું વાતાવરણ ઉભું થાય અને ખેલદિલીને આગળ વધારવા તથા ગામ, શહેર, તાલુકા, જિલ્લા અને રાજ્ય લેવલે ખેલાડીઓની પ્રતિભા વધે તેમજ શારીરિક સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવાનો છે….
આ ખેલ મહાકુંભ અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન આગામી તા.૭ના રોજ ભાઇઓ અને તા.૮ ના રોજ બહેનોની સ્પર્ધા વાંકાનેર શહેર નજીક આવેલ મોહમ્મદી લોકશાળા-ચંદ્રપુર ખાતે યોજાશે, જેમા તાલુકા કક્ષાએ વિજેતા થયેલ અને દ્વિત્તિય ક્રમે રહેલ ભાઇઓની ટીમે તા.૭ના રોજ સવારે ૦૭:૦૦ થી ૮:૦૦ સુધી તેમજ બહેનોની ટીમે તા.૮ ના રોજ સવારે ૭:૦૦ થી ૮:૦૦ સુધીમાં રીપોર્ટીંગ કરવાનું રહેશે….
બાબતે વધુ માહિતી માટે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, રૂમ નં.૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન. પ્રાંત યુવા વિકાસ અધિકારી બી.એસ. નાકિયા મો.૯૭૧૪૯૦૪૬૬૯નો સંપર્ક કરવા જિલ્લા રમત ગમત અધિકારીશ્રીએ એક પ્રેસ યાદીમાં જણાવ્યું છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7