બેંકના 115માં સ્થાપના દિવસ નિમિત્તે બંને બ્રાંચ દ્વારા પાંચ-પાંચ પંખા શાળામાં અપાયાં….
વાંકાનેર શહેર ખાતે કાર્યરત બેંક ઓફ બરોડાની બંને શાખા દ્વારા વાંકાનેર તાલુકાની રાતીદેવરી પ્રાથમિક શાળામાં બેંકના 115માં સ્થાપના દિવસ નિમિત્તે પાંચ-પાંચ પંખા ડોનેટ કરી શિક્ષણ કાર્યમાં સહયોગ આપવામાં આવ્યો હતો. શિક્ષણ ક્ષેત્રે આવકાર દાયક આ નિર્ણય બદલ શાળાના આચાર્ય અને સ્ટાફ દ્વારા બેંકનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો…
આ તકે બેંક ઓફ બરોડા-સ્ટેચ્યુ શાખાના બ્રાંચ મેનેજર અજીતકુમાર પાંડે તથા માર્કેટ ચોક શાખાના બ્રાંચ મેનેજર સત્યેન્દ્ર શુક્લા, શાળાના આચાર્ય રજીયાબેન અને શાળાનો સ્ટાફ હાજર રહ્યો હતો…
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl