વાંકાનેર શહેર નજીકથી 60 બોટલ વિદેશી દારૂ ભરેલ કાર સાથે એક ઝડપાયો….

0

વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર શહેરની સ્વપ્નલોક સોસાયટી ખાતે દરોડો પાડી ત્યાં પાર્ક કરેલી એક કારમાંથી 60 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમના હેડ કો. હરપાલસિંહ પરમાર તથા કો. દિવ્યરાજસિંહ ઝાલાને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર શહેરની સ્વોપ્નોલોક સોસાયટીમાં દરોડો પાડી ત્યા પાર્ક કરેલ ગાડી નં. GJ 01 KG 3282 માંથી ભારતિય બનાવટની પરપ્રાંતિય વિદેશી દારૂ ની 60 બોટલ જેની કિંમત રૂ. 22,500 તથા એસ્ટાર ગાડી સહિત કુલ રૂ. 1,72,500 ના મુદ્દામાલ સાથે આરોપી લક્ષ્મણદેવસિંહ ઉર્ફે લખુભા સુખદેવસિંહ રાણા (ઉ.વ. 43)ને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl