બંધારણના ઘડવૈયાની જન્મજયંતી નિમિત્તે વાંકાનેરના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા નિકળી, રાજકીય-સામાજિક આગેવાનો દ્વારા ઠેરઠેર સ્વાગત કરાયું…
વાંકાનેર શહેર ખાતે આજરોજ ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની 131 મી જન્મજયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં સૌપ્રથમ શહેરના આંબેડકર નગર ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી ભવ્ય શોભાયાત્રાનું વાંકાનેર ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાના હસ્તે પ્રસ્થાન કરાયું હતું…
વાંકાનેર શહેર ખાતે બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની 131મી જન્મજયંતીની હરખભેર ઉજવણી કરવામાં આવી હતી. જે નિમિત્તે યોજાયેલ ભવ્ય શોભાયાત્રા વાંકાનેર શહેરના આરોગ્યનગર ખાતે બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર અને પુષ્પાંજલિ અર્પણ કરી પ્રસ્થાન કરી વાંકાનેર શહેરના રાજમાર્ગો પર ફરી હતી જેમાં બહોળી સંખ્યામાં યુવાનો અને નાગરિકો જોડાયા હતા. શોભાયાત્રા શહેરના માર્ગો પર ફર્યા બાદ પુનઃ આંબેડકર નગર ખાતે પરત ફરી ત્યાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું...
આ ભવ્ય શોભાયાત્રામાં વાંકાનેર ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા, મહારાજ કેશરીદેવસિંહજી ઝાલા, અરવિંદભાઈ આંબલીયા, રસિકભાઈ વોરા, પ્રકાશભાઈ સુમેસરા, ગુલાબભાઈ ચાવડા, અમુભાઈ ઠાકરાણી, રતીલાલભાઈ, ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતના સામાજિક અને રાજકીય અગ્રણીઓ જોડાયા હતા….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GGMW3yYtFoRGJ5RjMVvSRS