ગુજરાત રાજ્યના કર્મચારીઓના બનેલા ‘ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો’ અને ‘ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ’ તરફથી ગુજરાત રાજ્યમાં નવી પેન્શન યોજના રદ કરી જુની પેન્શન યોજના ફરીથી ચાલુ કરવા કરેલ આહવાન અનુસાર આજ રોજ તા.૧૪મી એપ્રિલ ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિએ બંધારણ પેન્શન અધિકાર દિવસ તરીકે ઉજવણી કરી અને ગુજરાતમાં જુની પેન્શન યોજના પુનઃ ચાલુ કરવા માંગણીઓ સાથે વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના નેજા હેઠળ વાંકાનેર ધારાસભ્યશ્રીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી…

વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘે આ આવેદનપત્રની માંગણી અને લાગણી વાંકાનેર ધારાસભ્ય પીરઝાદા મારફત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પહોંચાડશો અને રાજ્યના સર્વે કર્મચારીઓ માટે જુની પેન્શન યોજના પુનઃ સત્વરે ચાલુ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી….

બાબતે શિક્ષકોએ આપેલ આવેદનપત્રમાં તેમણે માંગ કરી હતી કે સરકાર દ્વારા તાત્કાલિ નવી પેન્શન યોજના રદ કરી પુનઃ જુની પેન્શન યોજના ચાલુ કરવામાં આવી સાથે જ ફિક્સ પગારનો કેસ નામ. સુપ્રિમ કોર્ટમાંથી પરત ખેંચી ફિક્સ પગારની પ્રથા કરાર આધારિત ભરતી મૂળ અસરથી બંધ કરવી…

વધુમાં ગુજરાત સરકારશ્રીએ સૈધ્ધાંતિક રીતે સ્વીકારેલ કેન્દ્રીય પગારપંચની ભલામણો અનુસાર સાતમા પગારપંચના તમામ બાકી ભથ્થાંઓ તુરંત આપવા, મૂળ નિમણૂંક તારીખથી તમામ હેતુ માટે સળંગ નોકરી ગણવી, અને તમામ કર્મચારીઓને ઉચ્ચત્તર પગાર ધોરણ ૧૦, ૨૦ અને ૩૦ વર્ષે આપવું સહિતની માગણીઓ કરી હતી….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GGMW3yYtFoRGJ5RjMVvSRS

error: Content is protected !!