વાંકાનેર શહેર ખાતે આજરોજ મહાવીર જયંતીની જૈન સમાજ દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં આજે મહાવીર જયંતી નિમિતે જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર જન્મ કલ્યાણકની શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં ભગવાન મહાવીરને પાંચ પોખણાંથી પોખવામાં આવ્યા હતા. આ ભવ્ય શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં જૈન સમાજના અનુયાયીઓ જોડાયા હતા….
આ તકે વાંકાનેરમાં બીરાજતા સાધ્વી ભગવંતોની નિશ્રામાં ભગવાન મહાવીર જન્મ કલ્યાણકનો વરઘોડો દેરાસરથી નીકળી મુખ્ય બજારમાં ફરી દેરાસર પહોંચતા ભગવાન મહાવીરને પાંચ પોખણાંથી પોખવામાં આવ્યા હતા. તેમજ સમૂહ સ્નાત્રપૂજા ભણાવવામાં આવી હતી. સાથે તપગચ્છ જૈન સંઘની ભગવાન મહાવીરની ચાંદીની પાલખી તથા દિગમ્બર જૈનસંધની ભગવાન મહાવીરની શોભાયાત્રામાં જૈન શ્રાવિકા બહેનોએ સ્તવનો ગાતાં “એક જનમ્યો રાજદુલારો, દુનિયાનો તારણહારો” ત્રિશલાનંદન વીર કી જય બોલો મહાવીર કી જય, “માત્રા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે રે લોલ ” ના નારા ગુંજી ઉઠ્યા હતા…
આ ભવ્ય વરઘોડામાં તપગચ્છ જૈનસંઘના પ્રમુખ પ્રવિણભાઈ દોશી, મંત્રી રાજુભાઈ મહેતા, ટ્રસ્ટી નાથુભાઈ દોશી, ડો. અમીનેય શેઠ, ભુપતભાઈ મહેતા, દિગંમ્બર સંઘના ટ્રસ્ટીઓ અને જૈન સમાજના ભાઈઓ-બહેનો જોડાયા હતા. શોભાયાત્રા બાદ આ સંઘ સ્વામિવાત્સલ્ય જમણનો લાભ સૌ એ લીધો હતો. સાથે જ નીતિસૂરી સામાયિક મહિલા મંડળ તરફથી વાંકાનેર પાંજરાપોળની ગાયો, વાછડા, વાછડીને ગોળનું પાણી પાવાની વ્યવસ્થા કરવામાં આવી હતી….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GGMW3yYtFoRGJ5RjMVvSRS