આજરોજ અષાઢી બીજ નિમિતે દર વર્ષે ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા યોજાતી હોય છે તેવી જ રીતે આષાઢી બીજ નિમિતે મોરબી જિલ્લામાં મચ્છુ માતાજીની રથયાત્રા યોજાય છે. જેમાં હાલ કોરોના મહામારીના કારણે આ રથયાત્રા સરકારી નિયમો અને કોરોના ગાઈડ લાઈન મુજબ કાઢવાની થતી હોય જેથી વાંકાનેર શહેરમાં રથયાત્રા રૂટ પર કરફ્યુ જાહેર કરાયું છે….
મોરબી જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી કર્ફ્યુંની જાહેરાત કરવામાં આવી છે જેમાં મોરબી જીલ્લાના વાંકાનેર શહેર વિસ્તારમાં ગ્રીન ચોક વિસ્તાર, ગ્રીન ચોકથી એસ.પી. પાન સુધી, વાંઢા લીમડા ચોકથી જીનપરા-જકાતનાકા અને મિલ પ્લોટ મેઈન રોડથી મચ્છુ માતાના મંદિર સુધી સવારે 9 વાગ્યાથી 4 વાગ્યા સુધી તેમજ મંદિરની આસપાસ 200 મીટરના વિસ્તારમાં કર્ફ્યુંની જાહેરાત કરવામાં આવી છે….
રથયાત્રા નિમિત્તે આજે ઉપરોક્ત તમામ વિસ્તારોમાં સવારે 9 થી 4 વાગ્યા સુધી કર્ફ્યુંની અમલવારી તંત્ર દ્વારા કરાવવામાં આવશે જેથી આ વિસ્તારમાં કોઈપણ વેપારીઓએ પોતાની દુકાનો ન ખોલવી તથા બીનજરૂરી આ વિસ્તારમાં અવરજવર ન કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN