વાંકાનેર શહેર નજીક આવેલ વઘાસિયા ટોલનાકા પાસેથી મોરબી એલસીબી ટીમે ચોક્કસ ખાનગી બાતમીના આધારે દરોડો પાડી ચોટીલાના એક શખ્સને મીની ટ્રકમાં લીલા ઘાસચારાની આડમાં છુપાવેલ ઓરેન્જ ફ્લેવર વોડકા વિદેશી દારૂના રૂ.1.38 લાખના જથ્થા સહિત કુલ રૂ.2.43 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમ દારૂ જુગારની બદી ડામવા પેટ્રોલિંગમાં હોય જે દરમિયાન સ્ટાફના માણસોને મળેલ ચોક્કસ બાતમીને આધારે વાંકાનેર શહેર નજીક આવેલ વઘાસિયા ટોલનાકા પાસેથી લીલા ઘાસચારો ભરીને પસાર થઈ રહેલ અશોક લેલન કંપનીના દોસ્ત મીની માલવાહક ટ્રકને રોકી તલાશી લેતા તેમાંથી મુનવીક ઓરેન્જ વોડકાની ૭૫૦ એમ.એલ. કાચની કંપની શીલ પેક બોટલ નંગ-252 (કી.રૂ. 75,600),
વ્હાઇટ લેક ઓરેંજ ફ્લેવર વોડકાની ૧૮૦ એમએલ. કાચની કંપની શીલ પેક બોટલ નંગ- 624 (કી.રૂ. 64,400) સહિત કુલ કિંમત રૂપિયા 1.38 લાખના વિદેશી દારૂનો જથ્થો મળી આવતા ગાડીના ચાલક ઇમરાન ઉર્ફે ભાઇજાન રજાકમાઇ (ઉ.વ. 32, રહે. ચોટીલા, ઘાંચીવાડ શેરી નં-5, તા.ચોટીલા) વાળાને ઝડપી લીધો હતો…
આ સાથે જ પોલીસે આ રેડ દરમ્યાન આરોપી પાસેથી એક મોબાઇલ ફોન (કિ. રૂ. 5000) તેમજ નંબર વગરની અશોક લેલન કંપનીની દોસ્ત મોડલની ગાડી કિ.રૂ . 1,00,000 સહિત કુલ રૂપિયા 2.43 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
મોરબી એલસીબી ટીમની આ કામગીરીમાં વી.બી.જાડેજા, હેડ કોન્સ્ટેબલ દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, જયેશભાઇ વાઘેલા, પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઇ કુંગસીયા, નિર્મળસિંહ જાડેજા, બ્રિજેશ કાસુન્દ્રા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN