વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામ નજીક આવેલ મોટી કેનાલ પાસે તિથિવા રોડ પર વાડીએ ટીસી ઉપર ચડેલા એક યુવાનને વીજ શોક લાગતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યા સારવાર દરમ્યાન તેનું મોત થયું જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામની સીમમાં મોટી કેનાલ પાસે તીથવા રોડ ઉપર આવેલ રહીમભાઈ માથકિયાની વાડીએ ઈલેક્ટ્રીક ટ્રાન્સફોર્મર (ટીસી) ઉપર અશોકભાઈ ઉર્ફે લાલાભાઇ ચંપકભાઈ ગુંદરિયા (રહે, ૨૫ વરિયા વાંકાનેર) ગત તા. ૫ના રોજ કોઈ કારણસર ચડ્યો હોય દરમ્યાન તેને વિજશોક લાગતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/HhUUwG5FSw3I2EgxB9bA1W