મોરબી એસ.ઓ.જી. ટીમ દ્વારા વાંકાનેર તાલુકાના વરડુસર ગામની સીમમાંથી ચોક્કસ ખાનગી બાતમીના આધારે એક શખ્સને દેશી હાથ બનાવટની જામગરી બંદૂક સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
મોરબી જીલ્લા પોલીસ વડાની સુચના મુજબ એસ.ઓ.જી. ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકાના વરડુસર ગામની સીમમાંથી આરોપી ચતુર લઘુભાઈ વિંજવાડિયા (ઉ.વ. 40, રહે વરડુસર)ને ગેરકાયદેસર લાયસન્સ વિના દેશી હાથ બનાવટની જામગરી બંદુક (કીંમત રૂ. 1500) સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…..
મોરબી એસ.ઓ.જી. ટીમની આ કામગીરીમાં પીઆઈ જે. એમ. આલ, પીએસઆઈ પી. જી. પનારા, રસિકભાઈ કડીવાર, શેખાભાઈ મોરી, મહાવીરસિંહ પરમાર, મુકેશભાઈ જોગરાજીયા, સતીષભાઈ ગરચર, ભાવેશભાઈ મિયાત્રા, સંદીપભાઈ માવલાની સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/HhUUwG5FSw3I2EgxB9bA1W