વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે જેપુર ગામની સીમમાં આવેલ વાડીમાં દરોડો પાડી સિમેન્ટની કુંડીમાંથી 96 બીયરના ટીન ઝડપી પાડી વાડીનો માલિક સ્થળ પર હાજર ન મળતાં તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જેપુર ગામની સીમમાં આવેલ અનિલભાઈ ઉર્ફે અરવિંદભાઈ જેસાભાઈ બાવરીયા (રહે. રૂપાવટી)ની વાડીમાં દારૂ બિયરનો જથ્થો હોવા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસે સ્થળ પર દરોડો પાડી મળી અનિલ જેસાભાઈ બાવરીયાની વાડીમાં મુકવામાં આવેલ સિમેન્ટની કુંડળીમાંથી બીયરના 96 ટીન મળી આવ્યા હતા,
જેથી પોલીસે કુલ રૂ. 9,600નો મુદ્દામાલ કબ્જે કરી વાડી માલિક અનિલ સ્થળ પર હાજર ન હોવાથી તેની સામે ગુનો નોંધીને આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/HhUUwG5FSw3I2EgxB9bA1W