વાંકાનેર તાલુકાના આણંદપર ગામના પાટિયા પાસેથી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ચાર બોટલ વિદેશી દારૂ સાથે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. જે બનાવમાં પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ તાલુકાના આણંદપર ગામના પાટિયા પાસે વોચમાં હતો તે દરમિયાન ત્યાંથી શંકાસ્પદ હાલતમાં ડબલ સવારી હિરો સ્પ્લેન્ડર બાઇક નંબર GJ 3 LJ 3401 નિકળતા તેને અટકાવીને તલાસી લેતાં તેમાંથી ચાર બોટલ વિદેશી દારૂની મળી આવી હતી જેથી પોલીસે રૂપિયા 1,500 ની કિંમતના દારૂના જથ્થા સહિત કુલ રૂ. 31,500 નો મુદામાલની જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે સ્થળ ઉપર આરોપી ઠાકરશી ગોરધન ગોહિલ (કોળી, ઉ.વ.26, રહે. સરતાનપર, તા. વાંકાનેર, મૂળ રહે. બંધાણી, તા. વિછીયા જી.રાજકોટ) અને રવિ અરવિંદ કટકીયા (ઉ.વ. 21, રહે. સરતાનપર તા.વાંકાનેર, મૂળ રહે.વાલુકડ તાલુકો ઘોઘા જી.ભાવનગર)ની અટકાયત કરી બંને વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi

error: Content is protected !!