વાંકાનેર ખાતે પૈસાની ઉઘરાણી મામલે દંપતીને એક શખ્સે માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં એક શખ્સ સામે દંપતિએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી રહેમાનભાઇ રહીમભાઇ બ્લોચ (ઉ.વ.25, રહે. ૨૫ વારીયા, રાજકોટ રોડ, વાંકાનેર) એ આરોપી પ્રકાશભાઇ વાળાભાઇ બેડવા (રહે. મેસરીયા તા. વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.16 ના રોજ ભલગામ રોડ,

વાંકાનેરપાસે ફરીયાદી રીક્ષામાં બેસી જતા હતા ત્યારે આરોપીએ પોતાની ઇકો આડી રાઅી ફરીયાદી પાસે એક હજાર માંગણી કરતા ફરીયાદીએ નહી આપતા આરોપીએ ફરીયાદીને જમણા હાથે ધોકો મારી તથા તેની પત્નિ અફસાના બહેન વચ્ચે પડતા તેને બાચકા ભરી ગાળો આપી હતી. જેથી આ બનાવમાં પોલીસે આરોપી સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi

error: Content is protected !!