વાંકાનેર શહેર નજીક આવેલ અમરસર ફાટક પાસે રાજકોટ રોડ પર આજે સવારે કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલક વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક આવેલ અમરસર ફાટક પાસે રાજકોટ રોડ પર આજે સવારે કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર રોડની નીચે ઉતારી ગઈ હતી, જેમાં બાઇક ચાલક શેરસીયા ઉસ્માનભાઈ આહમદભાઈ(ઉ.વ. 68, રહે. અમરસર)ને માથા તથા પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી ‌જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેરની પીર મશાયખ હોસ્પિટલ ખાતે જ્યાંથી વધુ સારવાર માટે તેમને મોરબી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા
મળ્યું છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!