વાંકાનેર શહેરના વીસીપાર વિસ્તારમાં રેલ્વે સ્ટેશનની બાજુમાં પોતાના માવતરે રહેતી પરિણીતાના લગ્ન જામનગર ખાતે થયા હોય જેમાં તેના પતિ સહિતના સાસરીયાઓ કરિયાવર તથા દહેજની માંગણી કરી શારીરિક તથા માનસિક ત્રાસ આપતા હોય જેથી આ બાબતે પરિણીત મહિલાની સાસરીયાઓ સામે મોરબી જિલ્લા મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સાસરીયા પક્ષના આઠ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના વિશીપરા વિસ્તારમાં રેલ્વે સ્ટેશન નજીક રહેતા રીમાબા જાડેજાએ મોરબી મહિલા પોલીસમાં તેના ૧). પતિ કરણસિંહ મનુભા જાડેજા, ૨). સસરા મનુભા હેમુભા જાડેજા, ૩). સાસુ જનકબા મનુભા જાડેજા, ૪). દિયર અર્જુનસિંહ મનુભા જાડેજા, (રહે.મુંગણી આશાપુરા મંદિરની બાજુમાં જી.જામનગર), ૫). નણંદોયા જયેન્દ્રસિહ મનુભા રાઠોડ, ૬). નણંદ મિતલબા જયેન્દ્રસિહ રાઠોડ, ૭). નણંદોયા પ્રકાશસિંહ મનુભા રાઠોડ અને ૮). નણંદ શીતલબા પ્રકાશસિંહ રાઠોડ (રહે. સુત્રાપાડા) સામે ફરિયાદ નોંધાવી છે,

જેમાં તેમણે જણાવ્યું છે કે, તેમના લગ્ન તા. ૧૧/૦૨/૨૦૧૮ ના રોજ જામનગર ખાતે રહેતા કરણસિંહ મનુભા જાડેજા સાથે થયા હોય અને સંતાનમાં એક દિકરી છે. લગ્ન બાદ તેઓ સંયુક્ત પરીવારમાં જામનાગરના મુંગણી ગામે રહેતા હતા. લગ્ન બાદ પતિ તથા સાસરીયાઓએ થોડો સમય સારી રીતે સાચવેલ ત્યારબાદ પતિ કરણસિંહ અને સાસરિયાઓ નાની-નાની બાબતમાં મેણાટોણા બોલી હેરાન પરેશાન કરી પિયરમાંથી વધુ કરીયાવર લાવવા માટે અવાર નવાર દબાણ કરતા હતા. પરિણીતા પ્રેગ્નેન્ટ હતા ત્યારે પણ સાસરીયા દવાખાને ન લઇ જતા અને સારવારને બદલે શારીરિક-માનસીક દુ:ખ ત્રાસ આપતા હતા…

આ બધા વચ્ચે સાસુ, સસરા, બંને નણંદ અને નણંદોયા તેમના પતિને પરિણીતા વિરૂધ્ધ ચડામણી કરતાં જેથી પતિ તેમને માર મારતા હતા. જેથી બાબતે મહિલાએ બધા સામે મોરબી મહિલા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે સાસરીયા પક્ષના આઠ સામે આઇ.પી.સી. કલમ ૪૯૮(ક), ૩૨૩, ૫૦૪ અને ૧૧૪ મુજ્બ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!