ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમીટેડ દ્વારા લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવાઇ…

ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લીમીટેડ ગાંધીનગર દ્વારા મોરબી/રાજકોટ જિલ્લાના દરેક તાલુકામાં રાજ્યના ખેડૂતોને સમયસર, ઉચ્ચ ગુણવત્તા વાળા રાસાયણિક ખાતરો તેમજ જંતુનાશક દવાઓ જેવા એગ્રો ઇનપુટ્સના વેચાણ તેમજ સરકારશ્રીની યોજનાકીય કામગીરીના હેતુસર નવીન એગ્રી બીઝનેસ સેન્ટરો (એબીસી)ના લાઇસન્સ આપવા બાબતે ફર્ટીલાઈઝર કંટ્રોલ ઓર્ડર-૧૯૮૫ અને લાઇસન્સ એક્ટ મુજબ જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોની અરજી આવકાર્ય છે.

અરજી પત્રક/ ફોર્મ નિગમના જિલ્લા મથકની ઓફીસ ખાતેથી તેમજ નિગમની વડી કચેરી ખાતેથી ઓફીસ સમય દરમિયાન આપવામાં આવશે. તેમજ નિગમની વેબસાઈટ www.gaic.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે. ભરેલ અરજી પત્રક/ ફોર્મ નિગમની જિલ્લા મથકની કચેરી અથવા વડી કચેરી ખાતે વહેલામાં વહેલી તકે મોકલી આપવાના રહેશે. રાજ્ય કક્ષાની કચેરી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમનું વહીવટી સંકુલ, ચ રોડ, સેક્ટર-૧૦/એ, ગાંધીનગર – ૩૮૨૦૧૦ તથા જિલ્લા કચેરી બેંક ઓફ ઇન્ડીયા ની બાજુમાં, લોધાવાડ ચોક, ગોંડલ રોડ, રાજકોટ ખાતે ફોર્મ મેળવી તેમજ જમા કરાવી શકાશે. વધુ માહિતી માટે ૭૨૨૮૦૮૨૨૦૦ અથવા ૦૨૮૧-૨૨૨૨૧૮૭ પર સંપર્ક કરી શકાશે…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BXe7wBIsWfEBenSrHrJ7SR

error: Content is protected !!