નાગરિકોને ખોટા ભ્રમિત ન કરવા અને ગ્રાઉન્ડ માટે ભાડું ચુકવવા જીતુભાઈ સોમાણીને અંતિમ તક : નગરપાલિકાના મુખ્ય અધિકારી

વાંકાનેર નગરપાલિકાના શાખાના ગ્રાઉન્ડની નવરાત્રી મહોત્સવ ઉજવવા માટે જીતુભાઈ સોમાણી દ્વારા માંગણી કરવામાં આવી છે જે બાબતે આ ગ્રાઉન્ડ ફરી વિવાદોના વમળમાં ફસાયું છે. જેમાં અગાઉ જીતુભાઈ સોમાણી દ્વારા પાલીકાના અધિકારી પર સોસીયલ મિડિયા મારફતે આક્ષેપો કરવામાં આવ્યા હતા જેનો આજે પાલિકા દ્વારા પ્રતિ ઉત્તર આપતો પત્ર સોસીયલ મિડિયામાં વાયરલ થયો છે…

આ પત્રમાં નગરપાલિકાના મુખ્ય અધિકારીએ જણાવ્યું છે કે, તા. ૨૩ ના રોજ અરજી અન્વયે તા. ૨૪ ના રોજ નગરપાલિકા હસ્તકનું RSS શાખાનું ગ્રાઉન્ડના ભાડાની રકમ ભરપાઈ કરવા જીતુભાઈને ખબર આપેલ, જે રકમની હજી સુધી ભરપાઈ કરવામાં આવેલ નથી તેમજ તમારા દ્વારા સોશ્યલ મીડિયાના માધ્યમથી ખોટા દુષ્પ્રચાર કરીને વાંકાનેરની જનતાને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં કરી રહ્યા છો અને વાંકાનેરની શાંતિ પ્રિય જનતાને ખોટા પ્રસાર કરી અશાંતિનું વાતાવરણ ઉભું કરતા હોય તેવું માલૂમ પડે છે..

અગાઉ પણ ગણેશ ઉત્સવ માટે તમને સરકારના નિયમ મુજબ જગ્યા ફાળવવામાં આવી હતી અને રાજકોટ મહાનગરપાલિકામાં પણ ગ્રાઉન્ડ ભાડે આપવા માટે કાર્યવાહી કરાય છે તેમજ અનેક નગરપાલિકા પણ નિયમ મુજબ ભાડું વસુલ કરીને ગ્રાઉન્ડ ભાડે આપે છે, જેથી તાત્કાલિક રકમ ભરપાઈ કરી જવા અને જો રકમ ભરપાઈ નહિ કરવામાં આવે તો ગ્રાઉન્ડ રાખવા માંગતા નથી તેમ સમજી માંગણી રદ કરવામાં આવશે તેવું નગરપાલિકાના મુખ્ય અધિકારીએ આ પત્રમાં જણાવ્યું છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BXe7wBIsWfEBenSrHrJ7SR

error: Content is protected !!