સમગ્ર ગુજરાતમાં રઝળતા ઢોરના ગંભીર પ્રશ્ને સરકાર માનવિય અભિગમ દાખવી પાંજરાપોળને દૈનિક નિભાવ ખર્ચ આપે તો પ્રશ્ન ઉકેલાય….

ગુજરાત રાજ્યની પાંજરાપોળ દર વર્ષે રૂ. ૪૦૦ ૪૫૦ કરોડના દાન મેળવી, જીવદયાપ્રેમીઓના સહયોગથી લગભગ ૪ લાખ કરતાં વધુ પશુધન નિભાવે છે. ગુજરાત રાજ્યમાં રખડતા બીનવારસી પશુધનની સમસ્યા તીવ્ર બનતાં ગુજરાત સરકારે “પશુનિયંત્રણ કાયદો” બનાવેલ જે પશુપાલકોના સખ્ત વિરોધી પાછો ખેંચવો પડ્યો છે. જેથી આ ગંભીર પ્રશ્ને રાજ્યસભાના પુર્વ સાંસદ લલિતભાઈ મહેતાએ પોતાનો પક્ષ રજૂ કરી સમસ્યાનો ઉકેલ સુચવતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર, ગુજરાત રાજયની પાંજરાપોળોની હાલ નિભાવાતા પશુધન માટે દૈનિક રૂ.૩૦/- ની સબ્સીડી આપે અને રસ્તે રખડતાં બીનવારસી પશુઓ આ પાંજરાપોળોને સોંપાય તો જે તે વિસ્તારની પાંજરાપોળો પશુધન નિભાવવા તૈયાર છે,

જેથી રસ્તે રખડતા પશુધનની સમસ્યા મહદ્ અંશે ઉકલી જાય તેમ છે. ગુજરાત સરકારશ્રીના ગ્રામિણ વિકાસ મંત્રી અને પશુપાલન મંત્રી ગૌમાતા પોષણ યોજનાની ૨૦૨૨-૨૩ ની રૂ. ૫૦૦ કરોડની જોગવાઈના બૃહદ હેતુને પાર પાડવા તથા રખડતા પશુધનની સમસ્યા નિવારવા પશુદીઠ દૈનિક રૂ. ૩૦/- સબ્સીડી આપવા નિર્ણય કરી મુખ્યમંત્રીની મંજૂરી મેળવી તાત્કાલિક સબ્સીડી મંજૂર કરે એ સમયની માંગ છે.

વર્ષ ૨૦૨૨-૨૩ ના બજેટની રૂ.૫૦૦- કરોડની જોગવાઈ ગૌમાતા પોષણ યોજનાના નામે થઈ ત્યાર પછી સંખ્યાબંધ જીવદયા સંસ્થાઓ, જૈન સંધો, જૈન મુનિભગવંતોએ મંત્રીઓ અને મુખ્યમંત્રીનું સન્માન કર્યું ત્યારે સ્પષ્ટ નિર્દેશ અપાયો હતો કે ગુજરાતની પાંજરાપોળોને પશુધન દીઠ દૈનિક રૂ. ૩૦/- સબ્સીડી આપવા માટે જ આ જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે. જીવદયા – પશુરક્ષા – ગૌવંશના ઉંડા અભ્યાસી ડો. વલ્લભભાઈ કથીરીયા અને સમસ્ત મહાજનના ગિરીશભાઈ શાહ, રાજકોટના મિત્તલભાઈ ખેતાણીએ આ સબ્સીડી આપવાથી રસ્તે રખડતા પશુધનની સમસ્યા હલ થઈ જશે એવી આખી યોજના સરકારશ્રીને સમજાવી છે. તેથી ગુજરાત સરકારશ્રીને પાંજરાપોળોને આંદોલન કરતાં રોકી પશુધન દીઠ દૈનિક રૂ.૩૦/- આપવા વહેલામાં વહેલા નિર્ણય કરવો જોઈએ તેવી માંગ વાંકાનેર પાંજરાપોળના પ્રમુખ અને પૂર્વ સાંસદ શ્રી લલિતભાઈ મહેતાએ કરી છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BXe7wBIsWfEBenSrHrJ7SR

error: Content is protected !!