વાંકાનેર તાલુકાના અદેપર ગામે પોતાના ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા વૃદ્ધને પાંચ શખ્સોએ લોખંડના પાઈપથી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે વૃદ્ધના પૌત્રએ પાંચ શખ્સો સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના અદેપર ગામ ખાતે રહેતા જયસુખભાઇ નારણભાઇ સતવાણી (ઉ.વ. 22)એ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, આરોપી દલસુખ ઉર્ફે દલો નરશીભાઇ, અજય ઉર્ફે બાદશાહ અનુભાઇ મેર, અનુ ઉર્ફે અનકો મીઠાભાઇ મેર, રમેશભાઇ રઘુભાઇ મકવાણા અને

ભરતભાઇ ધીરૂભાઇ વાટીયા તેમના ઘર પાસે ગાળો બોલી રહ્યા હોય જેથી ફરિયાદીના દાદાએ આરોપીઓને ગાળો બોલવાની ના પાડતા તેમણે વૃદ્ધ પર હુમલો કરી ઢીકાપાટુનો માર મારી તેમજ લોખંડના પાઇપથી માર મારી ઇજા પહોંચાડી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી….

બનાવની ફરિયાદ અનુસંધાને વાંકાનેર તાલુકા પોલીસે કુલ પાંચ આરોપીઓ સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BBPmFuPxq5xC5S1cwdDcDq

error: Content is protected !!