વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે ઉપર વઘાસિયા ગામ નજીક એક યુવાન બાઇક લઇને પસાર થઈ રહ્યો હોય જે દરમિયાન બાઇક પરથી કાબુ ગુમાવતા બાઇક ડિવાઈડર સાથે અથડાયું હતું જેમાં બાઇક ચાલક યુવાનનું મોત થયું હતું જ્યારે બાઇક સવાર અન્ય એક મહિલા અને બાળકીને ઈજા પહોંચી હતી. જેથી આ બનાવની વાંકાનેર પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

 

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર વઘાસીયા ગામ નજીકથી પોતાના બાઈક નં. MH 11 NA 9652 લઈને પસાર થઈ રહેલા મુકેશભાઈ રડુભાઈ ભીતવાલ નામના શ્રમિક યુવાનનો રોડ ક્રોસ કરતી વેળાએ બાઈક પરથી કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થઇ ડિવાઈડર સાથે અથડાયું હતું જેમાં બાઇક ચાલક યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા તેને પ્રથમ વાંકાનેર જ્યાંથી રાજકોટ અને વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું…

આ અકસ્માતના બનાવમાં બાઇક પાછળ બેઠેલા શીલાબેન નરેન્દ્રભાઈ બુંદેલા અને તેમની 13 વર્ષીય પુત્રી નેનાને પણ સામાન્ય ઇજાઓ પહોંચી હતી. બનાવ અનુસંધાને વાંકાનેર પોલીસે ઈજાગ્રસ્ત મહિલાની ફરિયાદ પરથી બનાવી નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BBPmFuPxq5xC5S1cwdDcDq

error: Content is protected !!