વાંકાનેર શહેર નજીક નેશનલ હાઇવે પર ગઈકાલે એક કાળમુખા ટ્રક ચાલકે ડબલ સવાર બાઇકને હડફેટે લેતા બંને બાઈક સવાર યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. જે ગમખ્વાર અકસ્માતના બનાવમાં મૃતકના પરિવારજનોએ ટ્રક ચાલક વિરુદ્ધ વાંકાનેર પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ટ્રક ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી ઘનશ્યામભાઇ ગીરધરભાઇ ચાવડા (બોટાદરા-ઉવ. 45, રહે. એમ.ડી. સ્કુલ પાસે, ઉમીયા ઓઇલ મીલ પાસે, પાળીયાદ રોડ બોટાદ)એ આરોપી ટ્રક ટ્રેઈલર નં. RJ 52 GA 3990ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલના રોજ મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉઓર સીમસ્ટોન સીરામીકના કારખાનાની સામે ફરીયાદીના નાના ભાઇ ભરતભાઇ ગીરધરભાઇ ચાવડા (બોટાદરા-ઉવ.40) તથા તેના મિત્ર રફીકભાઇ ઉર્ફે રાજુભાઇ રસુલભાઇ માંકડ (ઉવ.42 રહે.બંન્ને બોટાદ) સાથે પોતાના GJ33 D 7399 નંબરના બાઇકમાં પસાર થઈ રહ્યા હતા.
ત્યારે આરોપી ટ્રક ચાલકે પોતાના હવાલાવાળું ટ્રક ટેઇલર પુરઝડપે અને ગફલતરી ચલાવી આ ડબલ સવાર બાઇકને હડફેટે લેતા બાઈક સવાર બન્ને યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. બાદ અકસ્માત સર્જીને આરોપી વાહન સ્થળ પર મુકી નાસી છૂટ્યો હતો.
આ અકસ્માતના બનાવમાં મૃતકના પરિવારજનોની ફરિયાદ પરથી વાંકાનેર શહેર પોલીસે ટ્રક ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી આ બનાવની વધુ તપાસ હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi