વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામ નજીક જાહેરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ બાતમીના આધારે વાંકાનેર શહેર પોલીસ દ્વારા જુગારની રેડ કરતા સ્થળ પરથી ચાર શખ્સો જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતાં જેથી પોલીસે કુલ રૂ. 20,650નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામ પાસે અમરદીપ કારખાનાની પાછળ કોઈ શખ્સો જુગાર રમતા હોવાની બાતમીના આધારે વાંકાનેર શહેર પોલીસ દ્વારા સ્થળ પર રેઈડ કરતાં ત્યાંથી પ્રવિણસિંહ ધીરૂભા ઝાલા (ઉ.વ. 55), વિનોદભાઇ હમીરભાઇ વોરા (ઉ.વ. 50), એહમદહુશેનભાઇ અબ્દુલભાઇ અમરેલીયા (ઉ.વ. 49) અને પંકજભાઇ રામકૃષ્ણભાઇ કુબાવત (ઉ.વ.35) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે આરોપીઓ પાસેથી રોક રકમ રૂ.20,650 કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi

error: Content is protected !!