વાંકાનેર પોલીસને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામ ખાતેથી જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોની પોલીસે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાજવડલા ગામના ઝાંપા પાસેની શેરીમાં પોલીસે ચોક્કસ ખાનગી બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા પ્રવિણભાઇ મેરૂભાઇ દેત્રોજા, રાજુભાઇ ગાંડુભાઇ દલસાણીયા, ગોવીંદભાઇ ખેંગારભાઇ ગમારા, દિનેશભાઇ ઉર્ફે હકાભાઇ પ્રેમજીભાઇ દેત્રોજાને ઝડપી લીધા હતા જ્યારે પોલીસની આ રેડમાં રાજુભાઇ લાખાભાઇ શીહોરા, દર્શીત રમેશભાઇ ભોરણીયા ફરાર થઈ ગયા હતા જેથી પોલીસે જુગાર રોકડ રકમ રૂ.24,500 સાથે ચાર આરોપીઓ ધરપકડ કરી છ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi

error: Content is protected !!