વાંકાનેર શહેરના રામકૃષ્ણનગર ખાતે આવેલ શ્રી વાસુકી દાદાના મંદિર ખાતે શ્રી વાસુકી યુવક મંડળ દ્વારા સતત નવમાં વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાત દંપતીઓએ મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રભુતામાં પગલાં પાડી નવજીવનની શરૂઆત કરી હતી. જેમાં દાતાઓના સહયોગથી તમામ દિકરીઓને કરીયાવરની ભેટ આપવામાં આવી હતી….
આ તકે સમૂહ લગ્નોત્સવમાં નવદંપતીને આશીર્વાદ આપવા રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, મહારાજા કેશરીદેવસિંહ ઝાલા, દાતા ડૉ.ભરતભાઈ રાવલ, મામલતદાર યુ. વી. કાનાણી , વાંકાનેર સીટી પી.એસ.આઈ. ડી.વી.કાનાણી , જનકસિંહ ઝાલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU