બંધ થયેલ પેઢીના ખોટા લેટરપેડ અને ચેક આપી ઉધારમાં 14,010 લીટર ડીઝલ લઇ બે ગાંઠીયા રફુચક્કર….
વાંકાનેર તાલુકાના ઠીકરિયાળી ગામ પાસે આવેલ પેટ્રોલ પંપ ચલાવતા મેનેજરને બે શખ્સો દ્વારા હીરાસર એરપોર્ટ ઉપર તેમને માટી ફિલીંગનો કોન્ટ્રાક્ટ ધરાવતા હોવાના ઢોંગ રચી ખોટા લેટરપેડ અને ચેકના આધારે પેટ્રોલપંપ પાસેથી ઉધારમાં રૂ. 12.91 લાખનું ડિઝલ મેળવી બાદમાં રફુચક્કર થઇ જતાં આ છેતરપિંડીના નવા નુસખામાં બે શખ્સો સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ માલવીયા નગરમાં રહેતા અને વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઠીકરિયાળી ગામ પાસે પેટ્રોલપંપ ધરાવતા માનવેન્દ્રસિંહ વિક્રમસિંહ જાડેજાએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, આરોપી મનીષ શર્મા અને રાજ ઠાકુર તેમના પેટ્રોલપંપ ઉપર આવી અને મેનેજરને કહ્યું હતું કે, તેઓ હીરાસર એરોપોર્ટ ઉપર માટી ફીલિંગ કરવાનો એક્સવેટર મશીનનો કોન્ટ્રાકટ ધરાવે છે, જેથી દસ દિવસની ઉધારીમાં ડીઝલ જોઈએ છે…
બાદમાં પેટ્રોલપંપના મેનેજરે કોન્ટ્રાકટ ધરાવતી પેઢીના લેટરપેડ, કોરા ચેક, પાનકાર્ડ સહિતની વિગતો આપવા કહેતા બન્ને શખ્સોએ ગ્વાલિયરની રાઈ બિલ્ડર્સ નામની પેઢીનો લેટર પેડ અને ચેક આપ્યા હતા અને કુલ 14,010 લિટર ડીઝલ મેળવી બાદમાં તેના સમયસર નાણાં ન આપતા મેનેજરે ઉધારમાં વધુ ડીઝલ આપવાની ના પાડી હતી…
જો કે બન્ને ભેજાબાજ ગાંઠિયાઓએ બે દિવસમાં પૈસા મળી જશે તેવી ખોટી હૈયા ધારણા આપી બાદમાં ફોન બંધ કરી દેતા પેટ્રોલપંપ સંચાલકે ગ્વાલિયર સંબંધી મારફતે તપાસ કરતા આ પેઢી બંધ થઈ ગઈ હોવાનું સામે આવતા, હીરાસર એરપોર્ટ અને ડીઝલ લેવા આવતી બોલેરોના ચાલકનો સંપર્ક કરી ગઠિયાનો પતો મેળવવા પ્રયાસ કરતા બન્ને ન મળી આવતા અંતે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં બન્ને વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ સામે છેતરપીંડીનો ગુન્હો નોંધી બનાવની વધુ તપાસ શરૂ કરી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU