વાંકાનેરમાં બાઉન્ટ્રી નજીક ચોટીલા દર્શને જતી રાજકોટની એક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક ચાલકે પાછળથી કારને ઠોકર મારતાં કારમાં નુકસાન પહોંચ્યું હતું, જેથી આ બનાવમાં કાર ચાલક વાંકાનેર તાલુકા પોલીસમાં ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના આનંદનગર ખાતે રહેતા સાવનભાઇ ધીરજલાલભાઇ કોટકે ટ્રક ચાલક નીજામુદીન મજીદમીયા શાહમદાર વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, કે ગત તા. ૧૪ ના રોજ તેઓ પોતાની ગાડી ઇટીઓસ ટોયેટો નં. GJ 01 DY 2576 લઈને સાંજના પાંચેક વાગ્યાની આસપાસ રાજકોટથી ચોટીલા દર્શન માટે જતા હોય ત્યારે,
છ વાગ્યાની આસપાસ વાંકાનેર બાઉન્ડ્રી નજીક પુલ પાસે પંપ તેમની કારને પાછળથી પુરઝડપે આવતા ટ્રક નં. GJ 10TX 9169 એ ઠોકર મારતાં અકસ્માત સર્જાયો હતો જેમાં તેમની કારની પાછળના ભાગે ડ્રાઇવર સાઇડે ટ્રક અથડાતા ગાડીનો પાછળના ભાગે બમ્પર તથા લાઇટ પાછળની બોડીના ભાગે નુકશાન થયું હતું, જયારે ફરિયાદીને કોઇ ઈજા પહોંચી નહોતી જેથી આ મામલે તેમણે વાંકાનેર તાલુકા પોલીસમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC