વાંકાનેર નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવી ચુકેલા ગીરીશકુમાર સરૈયાની ફરીથી વાંકાનેર નગર પાલીકાના ચીફ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ સાથે જ માળીયા અને હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસરની પણ બદલી કરવામાં આવી છે….
રાજ્ય સરકાર દ્વારા કુલ 42 ચીફ ઓફિસરની બદલીના ઓડર કરવામાં આવ્યા છે. જેમાં હાલમાં રાજુલામાં ફરજ બજાવતા ચીફ ઓફિસર ગીરીશકુમાર સરૈયાને ફરીથી વાંકાનેર નગરપાલિકામાં મૂકવામાં આવ્યા છે. જ્યારે માળીયા નગર પાલિકાના ચીફ ઓફિસર ઉર્મિલાબેન સુમેસરાની કઠલાલ બદલી કરવામાં આવી છે. તેમની જગ્યાએ હાલ કોઈની નિમણૂક કરાઈ નથી. જ્યારે હળવદ પાલિકાના ચીફ ઓફિસર પંકજ બારોટની ડીસા બદલી કરાઈ છે. અને તેમની જગ્યાએ કેશોદ ફરજ બજાવતા નીલમબેન ઘેટિયાને હળવદ મૂકવામાં આવ્યા છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC