વાંકાનેર શહેર નજીક હાઇવે ચોકડી જકાતનાકા પાસે મોટા પ્રમાણમાં ચોટીલા તથા મોરબી તરફ જતા મુસાફરો માટે પ્રાઇવેટ વાહનોના થપ્પા લાગેલા જોવા મળે છે, જેના કારણે ટ્રાફિકની મોટી સમસ્યા ઉભી થાય છે , છતાં આજ સુધી બાબતે કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે ગઇકાલે જકાતનાકા પાસે ઈકો ગાડીમાં પેસેન્જર ભરવા બાબતે બે પક્ષો વચ્ચે બઘડાટી બોલી હતી જેમાં બંને પક્ષોએ વાંકાનેર સીટી પોલીસમાં સામસામી ફરિયાદ નોંધાવી છે….
જે બનાવમાં પ્રથમ ફરિયાદી બાબુભાઇ મોનાભાઈ સરૈયાએ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી હુસેનભાઈ મહમદભાઈ પીપરવાડિયા અને ફૈઝલ હુસેનભાઈ પીપરવાડિયા સામે ફરિયાદ નોંધાવી છે કે, વાંકાનેર શહેર નજીક જીનપરા જકાતનાકા પાસે ઈકો વાહનમાં પેસેન્જર ભરવા બાબતે બંને આરોપીઓએ ફરિયાદને ગાળો આપી હુમલો કરી માર મારી છરી વડે ઇજાઓ પહોંચાડી હતી….
જ્યારે આ બનાવમાં સામાપક્ષે ફરિયાદી હુસેનભાઈ મહમદભાઈ પીપરવાડિયાએ આરોપી બાબુભાઇ ભરવાડ, કરણાભાઈ પ્રજાપતિ તેમજ ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, પેસેન્જર ભરવા મામલે ઉપરોક્ત આરોપીઓએ ફરિયાદી સાથે બોલચાલી કરી, હુમલો કરી કડા વડે છાતીમાં મૂંઢ માર માર્યો હતો. જેથી પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC