શનિવારે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે વાંકાનેર ગાયત્રી મંદિર ખાતે સસ્તા દરે પક્ષઓ માટે પાણીના પરબ(કુંડા), પંખીને ચણવા માટે ચબુતરા અને ચકલી ઘર(માળા) અને કપડાંની થેલીઓનું વિતરણ વાંકાનેરના જાણીતા ઉદ્યોગપતિ મનસુખભાઇ પ્રજાપતિના સૌજન્યથી કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં વાંકાનેરના નાગરિકોએ લાભ લીધો હતો…
પ્રજાપતિ હસ્તકલા વિકાસ ટ્રસ્ટ અને મીટ્ટીકુલના પ્રમુખ અને જાણીતા ઉદ્યોગપતિ મનસુખભાઇ પ્રજાપતિના સૌજન્યથી શનિવારે વાંકાનેર ગાયત્રી શક્તિપીઠ ખાતે બપોર બાદ રાહત દરે પક્ષઓ માટે પાણીના પરબ(કુંડા), પંખીને ચણવા માટે ચબુતરા અને ચકલી ઘર(માળા) અને કપડાંની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ તકે વાંકાનેરના ઉદ્યોગપતિ મનસુખભાઈ પ્રજાપતિ, ગાયત્રી મંદિરના મહંત અશ્વિનભાઈ રાવલ, નાયબ મામલતદાર અજયસિંહ જાડેજા, ઈન્ચાર્જ મામલતદાર પટેલભાઈ, પર્યાવરણ પ્રેમી અને શિક્ષણ ભુપતભાઈ છૈયા, રામદેભાઈ ભાટીયા સહિતના ખાસ હાજર રહ્યા હતા…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/IZu1BnaSdSzF46c9hEdMUA