વાંકાનેર તાલુકાના તિથવા ગામનો બનાવ : વાંકાનેરના જાણીતા એડવોકેટ એમ. એફ. બ્લોચની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખતી કોર્ટ…
વાંકાનેર તાલુકાના ગામના તિથવા ગામના રહીશ અબ્દુલભાઈ અલીભાઈ શેરસિયાની માલિકી અને કબ્જા ભોગવટાની ખેતીની જમીન સર્વે નં. 893 પૈકી 2 પૈકી1હેક્ટર 0-67-79 ની જમીન અંગે નામદાર સિવિલ કોર્ટે મુખ્ત્યારનામના આધારે થયેલ દસ્તાવેજો સેટએસાઈટ કરવાનો હુકમ કરીને વાદી અબ્દુલભાઈ અલીભાઈ શેરસિયાનો દાવો મંજૂર કરેલ છે. આ સાથે જ મુખ્ત્યારનામાના આધારે થયેલ રજિસ્ટર્ડ દસ્તાવેજ સેટએસાઈટ કરી સદરહુ જમીનની વાદીની માલિકી અને કબ્જા ભોગવટા વાળી હોય જેથી તેમાં પ્રતિવાદીઓએ પ્રવેશ કરવાનો કોઈ હક્ક કે અધિકાર નથી તેઓ પણ હુકમ કરેલ છે. આ જમીન વેંચાણ કે ટ્રાન્સફર ન કરવી અને સદરહુ દસ્તાવેજ વોઈડ ઠરાવી સબ રજીસ્ટાર કચેરી વાંકાનેરને આ અંગે જાણ કરવાનો પણ હુકમ કરેલ છે…
આ કામની હકીકત એવી છે કે વાદીને વ્યાજે પૈસાની જરૂર ઉભી થતા પ્રતિવાદી ગરીયા મોતીભાઈ મોમભાઈ અને હકાભાઇ મનછાભાઈને મળેલા અને તે વખતે વ્યાજે રકમ આપવાના બદલામાં પ્રતિવાદીઓએ મુખ્ત્યારનામાના આધારે મોતીભાઇની તરફેણમાં વાદીની જમીનનો રજીસ્ટર વેચાણ દસ્તાવેજ નં. 114 તા. 16/01/2010 ના રોજ નોંધણી કરાવી આપેલ અને તે અંગે ગામના નમુના નંબર 6 માં નોંધ થતા રેવન્યુ ઓથોરિટી દ્વારા બોમ્બે લેન્ડ રેવન્યુ કોડની કલમ 135(ડી) ની નોટીસ ઈસ્યુ કરતા સદરહું દસ્તાવેજ અંગેની વાદીને જાણ થતાં તે વખતે રેવન્યુ ઓથોરિટી સામે પણ આ એન્ટ્રી સામે વાંધો લેવામાં આવેલ અને જેના કારણે તકરારી કેસ ચાલીને સદરહુ નોંધ ના મંજુર કરવાનો હુકમ કરવામાં આવેલ…
સદરહુ મુખત્યારનામું અને મુખત્યારનામાના આધાર થયેલ વેંચાણ વ્યવહારો સેટએસાઈટ કરવા માટે નામદાર સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરીને સ્થાનિક જગ્યાએ આ તમામ મિલકત ઉપર પોતાનો કબ્જો ભોગવટો છે અને આ જમીનો પોતે ખેતી કરે છે અને વેચાણ દસ્તાવેજ મુજબ કોઇપણ જાતનો કબ્જો ભોગવટો ખરીદનારને સોંપેલ નથી તે હકીકત જણાવેલી. આ અંગે વાંકાનેરના નામદાર સિવિલ કોર્ટમાં દાવો ચાલેલ અને વાદીની તરફેણમાં વાંકાનેરનાં એડવોકેટ એમ. એફ. બ્લોચએ એવી રજૂઆત કરેલ કે સદરહુ જમીનનો વેંચાણ દસ્તાવેજ વાસ્તવિક રીતે કોઈ વેંચાણ વ્યવહાર નથી,
ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટની જોગવાઈ મુજબ જે વ્યક્તિને તબદીલ કરવાની સત્તા હોય તે વ્યક્તિ મિલકતને તબદીલ કરી શકે અને તબદિલી માટે અવેજની લેતી દેતી થવી અને કબ્જાની સોંપણી થવી જરૂરી છે. જે આ કામમાં વાદગ્રસ્ત દસ્તાવેજની નોંધણી કરાવતી વખતે આવો કોઈ અવેજની લેતી-દેતી થયેલ નથી કે જમીનનો કબ્જો ખરીદનારને સોંપવામાં આવેલ નથી. એટલું જ નહીં સદરહું વેચાણ દસ્તાવેજમાં વાદીએ કોઈ સહિ કરેલ નથી કે વાદીની સહમતી બદલની કોઈ સહિ નથી…
. તેમજ જે મુખત્યારનામાના આધારે સદરહું દસ્તાવેજની નોંધણી કરવામાં આવેલ છે તે મુખત્યારનામા મુજબ પણ વાદીની માલિકી અને કબ્જા ભોગવટાની જમીન તબદીલી કરવા માટે કોઈ અધિકારો આપવામાં આવેલ નથી અને સદરહુ મુખત્યારનામાના આધારે જમીનનો કબજો પણ સોંપવામાં આવેલ નથી. આમ જ્યારે મુખત્યારનામું ધારણ કરનારને જમીનનો કબજો સોંપવામાં આવેલ ન હોય અને જમીન તબદીલ કરવાના અધિકાર આપવામાં આવેલ ન હોય અને દાવા તારીખે પણ દાવાવાળી જમીનનો કબજો ભોગવટો વાદી પાસે હોય ત્યારે આ જમીનમાં અવેજની લેતી-દેતી થયેલ નથી કે જમીનનો કબ્જો ભોગવટો ખરીદનારને સોંપવામાં આવેલ નથી, તે હકીકત સાબિત થતા,
વાદીના એડવોકેટે પોતાની આ દલીલના સમર્થનમાં નામદાર હાઇકોર્ટ તથા નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજૂ કરીને એવું પ્રસ્થાપિત કરેલ કે જો મુખ્ત્યારનામામાં વેચાણ અંગેની સત્તાઓ સ્પેશિફીક રીતે મેનશન કરીને આપવામાં આવેલ ન હોય તો મુખત્યારનામું ધારણકર્તાંને તેના આધારે વેંચાણ દસ્તાવેજ કરી આપવાની સત્તા પ્રાપ્ત થતી નથી અને તબદીલ થતી મિલકતનો કબ્જો સોંપવામાં આવેલ ન હોય, અવેજની લેતી-દેતી થયેલ ન હોવાની હકીકત સાબિત થતા આ દસ્તાવેજના આધારે આ જમીન પર વાદીની માલિકી કે કબ્જા ભોગવટો ખરીદનારની તરફેણમાં તબદીલ થતો નથી.
નામદાર સિવિલ કોર્ટ વાદી પક્ષે થયેલી સદરહુ દલીલો સ્વીકારીને વાદીના આ દાવો મંજૂર કરવાનો હુકમ કરેલ છે અને સદરહુ વેંચાણ દસ્તાવેજ સત્તાવિહીન મુખ્ત્યારનામાના આધારે થયેલ હોય તે દસ્તાવેજથી પ્રતિવાદી ખરીદનારને આ જમીન પર કોઈ પણ પ્રકારનો માલિકી હક્ક કે કબ્જો ભોગવટો પ્રાપ્ત થતો નથી તેમ ઠરાવીને સદરહુ વેચાણ દસ્તાવેજ રદબાતલ કરવાનો હુકમ કરેલ છે અને સદરહુ દસ્તાવેજથી પ્રતિવાદીને કોઈપણ પ્રકારના અધિકારો પ્રાપ્ત થતા નથી તેમ ઠરાવી દાવાવાળી જમીન વાદીની માલિકી અને કબ્જા ભોગવટાની છે તેમ ઠરાવી વાદીનો દાવો મંજૂર કરેલ છે. સદરહું દાવાના કામે વાંકાનેરનાં એડવોકેટ એમ. એફ બ્લોચ રોકાયા હતા…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/IZu1BnaSdSzF46c9hEdMUA