વાંકાનેર તાલુકાના જેતપરડા ગામના પાદરમાં બે બાઈક વચ્ચેના અકસ્માત સર્જાયો હતો જેમાં એક બાઈક ચાલકને ગંભીર ઇજા તેનું હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે મૃતકના ભત્રીજાએ અજાણ્યા મોટરસાયકલ ચાલક સામે ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે અજાણ્યા મોટરસાયકલ ચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી ઇન્દ્રજીતસિંહ વનરાજસિંહ ઝાલા (ઉ.વ. 32, રહે જેતપરડા તા.વાંકાનેર)એ એક અજાણ્યો મોટરસાયકલના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.17 ના રોજ ફરીયાદીના કાકા રાજેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા(ઉ.વ. 50) પોતાનું મોટર સાયકલ નં. GJ 03 HL 2045 લઇને જેતપરડા ગામ તરફ જતા હતા,

ત્યારે સામેથી એક અજાણ્યો મોટર સાયકલ ચાલક પોતાના હવાલાવાળુ મોટર સાયકલ પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી રાજેન્દ્રસિંહના મોટર સાયકલ સાથે સામેથી ભટકાડતા અકસ્માત સર્જાયો હતો જેમાં રાજેન્દ્રસિંહને માથામાં ગંભીર હેમરેજ જેવી ગંભીર ઇજા થતા ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. જેથી આ બનાવ અનુસંધાને વાંકાનેર પોલીસ દ્વારા અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/IZu1BnaSdSzF46c9hEdMUA

error: Content is protected !!