વાંકાનેર તાલુકાના મહિકા ગામ પાસે એક યુવાન અને તેની સાથે રહેતી ત્રણ મહિલા પર જુની મારામારીના બનાવનો ખાર રાખી એક મહિલા અને અન્ય ત્રણ શખ્સોએ માર મારી, ગાળો આપી,જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેથી આ બનાવની યુવાને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલા સહિત ચારની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ દિલીપભાઈ વલ્લભભાઈ સોલંકી (ઉ.વ. 45, રહે. ચોટીલા-થાન ચોકડી, હનુમાનજીના મંદિરની સામે)એ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ અને તેની સાથે રહેલ હંસાબેન, સૃષ્ટીબેન અને ભૂમિકાબેન ગઈકાલે વાંકાનેર તાલુકાના મહિકા ગામ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે

નીતાબેન વિજયભાઈ (રહે. ચોટીલા), નીતાબેનનો દીકરો ક્રીશ, કરીમ અને સુરેશ આમ કુલ મળીને ચાર વ્યક્તિઓએ જુના મનદુઃખનો ખાર રાખી ઝપાઝપી કરી મારામારી કરી, ભુંડા બોલી ગાળો આપીને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ ફરિયાદીએ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/IZu1BnaSdSzF46c9hEdMUA

error: Content is protected !!