પુજન-અર્ચન, હવન, શુદ્ધિકરણ, સત્યનારાયણ કથા સહિતની ધાર્મિક વિધિઓ સાથે સત્તાનું સુકાન સંભાળતા ભાજપના હોદ્દેદારો…
આઝાદી બાદ પ્રથમ વખત વાંકાનેર તાલુકા પંચાયતમાં ભાજપે સત્તા હસ્તગત કરી છે જેમાં કુલ 24 બેઠકોમાંથી 13 બેઠકો પર ભગવો લહેરાયા બાદ પ્રમુખ તરીકે વર્ષાબા ધર્મેન્દ્રસિંહ ઝાલા અને ઉપપ્રમુખ પદે ભુમિકાબેન અજયભાઈ વિંઝવાડીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જે બાદ આજે આ નવનિયુક્ત હોદ્દેદારોએ આજે વિધિવત રીતે પ્રમુખ-ઉપપ્રમુખો ચાર્જ લઈ સત્તાનું સુકાની સંભાળ્યું છે….
હવન, પુજન-અર્ચન, ગંગાજળ છટકાવ(શુદ્ધિકરણ), સત્યનારાયણ કથા સહિતની ધાર્મિક વિધિઓ બાદ નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે ચાર્જ લઈ સત્તાનું સુકાની સંભાળી અને વાંકાનેર તાલુકાના વિકાસ માટે સદા તત્પર રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ તકે વાંકાનેર તાલુકા ભાજપ અગ્રણી યુવરાજ કેશરીદેવસિંહ ઝાલા, દેવજીભાઈ ફતેપરા(સુરેન્દ્રનગર), ઝહિરઅબ્બાસ શેરસીયા, રાજભા વકીલ, અમરશીભાઈ મઢવી, સુરેશભાઈ પ્રજાપતિ, ધમભા ઝાલા (વઘાસીયા), હિરાભાઈ, કાળુભાઈ સહિતના ભાજપ અગ્રણીઓ ખાસ હાજર રહ્યા હતા…
વિડિયો સમાચાર જોવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…
https://www.facebook.com/116493430259053/posts/214160083825720/
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/IZu1BnaSdSzF46c9hEdMUA