વાંકાનેર શહેરની પટેલવાડી ખાતે આજરોજ તાલુકા કક્ષાએ સશક્ત અને પોષિત કિશોરી અભિયાન મેળા 2022-23નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિભાગની બેટી બચાવો, બેટી પઢાવો અને પૂર્ણ યોજનાની સંયુક્ત પહેલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી ત્યારબાદ ICDS પ્રોગ્રામ ઓફિસર ભાવના બેન ચારોલા દ્વારા ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યા બાદ પ્રોગ્રામને આગળ વધારતા વાંકાનેર CDPO ચાંદનીબેન વૈદ્ય દ્વારા કિશોરી માટે ICDS દ્વારા આપવામાં આવતી સેવાઓ વિશે માહીતિ આપી હતી….
આ તકે વાંકાનેરની કિશોરીઓ દ્વારા સરસ મજાનું નાટક રજુ કરી અને આંગણવાડીનું મહત્વ સમજાવેલ જે બાદ કાજલ બોસિયા દ્વારા દેશ ભક્તિ ગીત રજૂ કર્યું હતું. જે બાદ પ્રોગ્રામમાં ભાગ લીધેલ કિશોરીઓને સન્માનિત કરવામાં આવી હતી. જે બાદ ઉપસ્થિત મહેમાનો અને કિશોરીઓએ વાડીના પટાંગણમાં ઉભા કરવામાં આવેલ અલગ અલગ વાનગી સ્ટોલ, કિશોરી માટે આરોગ્ય તપાસ, ૧૮૧ સહાયતા સહિતની મુલાકાત કરી માહિતી આપવામાં આવી હતી….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC