વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે થાનથી વાંકાનેર શહેર તરફ પાઈલોટિંગ સાથે આવતી એક વિદેશી દારૂના જથ્થા ભરીને ઇકો કારને રસ્તામાં જ રોકી એક બાઈક સવાર અને ઇકો કાર ચાલકને વિદેશી દારૂની 168 બોટલ સહિત 2.88 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી નાયબ પોલીસ અધિક્ષકશ્રી‌ પી. એ. ઝાલાને ખાનગી રાહે બાતમી મળેલ કે, થાન બાજુથી વાંકાનેર સીટી તરફ એક ગ્રે કલરની ઈક્કો ગાડી નં. નંબર GJ 36 B 2690માં વિદેશી દારૂનો જથ્થો વાંકાનેર તરફ આવી રહી હો, અને ગાડીમાં આગળના ભાગે પાયલોટીંગમાં એક સ્પ્લેન્ડર બાઇક નંબર GJ 36 C 1015 હોય જેના આધારે વાંકાનેર સીટી પોલીસ ટીમે વોચ ગોઠવી હતી…

પોલીસની વોચ દરમિયાન પહેલા ત્યાંથી પ્રથમ બાતમી વાળું બાઇક અને તેની પાછળ બાતમી વાળી ઈક્કો કાર પસાર થતા પોલીસ ટીમ બંનેને રસ્તામાં જ અટકાવી ઈકો કારની તલાશી લેતા તેમાંથી અલગ-અલગ બ્રાંડની 168 નંગ વિદેશી દારૂની બોટલ જેની કિંમત રૂ. 64,740 મળી આવી હતી, જેથી પોલીસે આ બનાવમાં વિદેશી દારૂ, ઈક્કો ગાડી, બાઇક, બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 2,88,740ના મુદ્દામાલ સાથે આરોપી વિપુલભાઈ જગાભાઈ ઉધરેજા (રહે.મકતાનપર તા.વાંકાનેર) અને અર્જુનભાઈ લાભુભાઈ આલ (રહે. ખોડીયાર સોસાયટી, બસ સ્ટેશન પાસે, થાનગઢ)ની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

વાંકાનેર સીટી પોલીસ ટીમની આ સફળ કામગીરીમાં નાયબ પોલીસ અધિક્ષક પી. એ ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ કે.એમ.છાસીયા, હેડ કો. યશપાલસિંહ પરમાર, હરપાલસિંહ પરમાર, હરદીપસિંહ ઝાલા, કો. કૃષ્ણરાજસિંહ ઝાલા, હીતેન્દ્રસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ વાળા, દિવ્યરાજસિંહ ઝાલા તથા અજયભાઈ અલગોતર સહિતનો સ્ટાફ જોડાયો હતો…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

 

error: Content is protected !!