વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના રાતીદેવળી ગામ નજીક વોચ ગોઠવી ક્રૂરતા પૂર્વક કતલખાને ધકેલાઈ રહેલી નવ ભેંસને બચાવી લઈ એક આઇસર સહિત રૂ. 2.90 લાખના મુદ્દામાલ સાથે આરોપી શૈલેશને ઝડપી લીધો હતો….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામ નજીક વાંકાનેર સિટી પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વોચ ગોઠવી ત્યાંથી પસાર થતા એક આઇસર ટ્રકને અટકાવી તેની તલાશી લેતા તેમાંથી 9 ભેંસને ક્રૂરતા પૂર્વક બાંધી ઘાસ ચારો કે પાણીની વ્યવસ્થા વગર કતલખાને લઈ જવાતી હોવાનું સામે આવતા પોલીસે આરોપી શૈલેષ જીણાભાઈ સિંધવ (ઉ.વ.19, રહે. ટંકારા)ની ધરપકડ કરી હતી…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC