વાંકાનેર : રમતા રમતા માટીના ઢગલા નીચે દટાઇ જવાથી સાત વર્ષના માસૂમ બાળકનું મોત…..

0

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક આવેલ એક સીરામીક ફેક્ટરીના માટી ખાતામાં રમી રહેલ બાળક અચાનક રમતા રમતા માટીના હોપર પહોંચી જતા માટીના ઢગલા નીચે દટાઇ ગયો હતો જેથી સાત વર્ષના માસૂમ બાળકનું મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ છે, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક આવેલ સિગ્નેચર સિરામિક ફેકટરીના માટી ખાતામાં રમી રહેલ સાત વર્ષના કિશન સુનિલભાઈ ગોહેલ નામનું બાળક રમતા-રમતા માટી ખાતાના હોપર નજીક પહોંચી ખાડામાં પડી જતા માટી નીચે દટાઈ જવાથી બાળકનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ અંગે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC