દિપડો દેખાતા જ ખેડૂતે દોડ મુકી ઓરડીમાં ઘૂસી જતાં જીવ બચી ગયો….
છેલ્લા ઘણા સમયથી વાંકાનેર વિસ્તારને દીપડાઓએ ઘર બનાવી વીડી વિસ્તારમાં વસવાટ શરૂ કર્યો છે, જેના કારણે અવારનવાર વાંકાનેર શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં દિપડા દેખા દેતા હોવાના સમાચારો સામે આવે છે, જેમાં હજું ગતરાત્રીના વડસર વિસ્તારમાં દિપડાએ એક રોઝનું મારણ કર્યું હોવાના અહેવાલ સામે આવ્યા હતા જે બાદ આજે વાંકાનેર શહેર નજીક આવેલ રાતીદેવરી ગામની સીમમાં પણ દિપડાએ દેખા દીધી હોવાની માહિતી આધારભૂત સૂત્રો પાસેથી મળી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક જ આવેલ રાતીદેવરી ગામની કરાળ(શાળા પાછળ) તરીકે ઓળખાતી સીમમાં વાંકીયા ગામ તરફ જવાના રસ્તા પર આવેલ રાતીદેવરી ગામના ખેડૂત માથકીયા મુનાજીર રફીકભાઈની વાડી આવેલ હોય, જેઓ આજે રાત્રીના આઠ વાગ્યાની આસપાસ પોતાની વાડીએ કામથી ગયેલ હોય ત્યારે અચાનક તેઓને જાનવરની આહટ સંભળતા તેઓ બેટરી ચાલું કરી પોતાની આસપાસ તપાસ કરતા દિપડાએ દેખા દીધી હતી,
અને અચાનક જ દિપડાએ ખેડૂત તરફ દોટ મુકી હુમલો કરવાનો પ્રયાસ કરતા જ ખેડૂત મુનાજીરભાઈ એ સતર્કતા દાખવી પોતાની વાડીની ઓરડી તરફ દોડી અને ઓરડી અંદરથી બંધ કરી દેતા ખેડૂતનો આબાદ બચાવ થયો હતો, જે બાદ ખેડૂતએ પોતાના ગામલોકોને જાણ કરતા લોકો સીમ તરફ દોડી ગયા હતા જે બાદ દિપડો ગાયબ થઈ ગયો હતો….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1