વાંકાનેર શહેર નજીક ભાટીયા સોસાયટી નજીકથી પસાર થતા રેલ્વે ટ્રેક પર આજે બપોરના 12:20 વાગ્યાની આસપાસ એક 33 વર્ષીય પરપ્રાંતિય યુવાને ત્યાંથી પસાર થતી માલગાડી ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર રેલ્વે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે…..
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર ખાતેથી પસાર થતા રેલ્વે ટ્રેક પર ભાટીયા સોસાયટી નજીક કીમી નંબર 702/7-8 વચ્ચે આજે બપોરે 12:20 વાગ્યાની આસપાસ ત્યાંથી પસાર થતી માલગાડી Bcne Gim ની હેઠળ પડતું મૂકી ગૌતમ કિસુ કરણ કીસુ (ઉ.વ. 33, રહે. પશ્ચિમ બંગાળ) નામના પરપ્રાંતિય યુવાને આપઘાત કરી લીધો હતો. હાલ આ બનાવની પ્રાથમિક તપાસ વાંકાનેર રેલ્વે પોલીસનાં એએસઆઈ ઇન્દ્રજીતસિંહ ઝાલા ચલાવી રહ્યા છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1