દર વર્ષે મકરસંક્રાંતિ/ઉતરાયણના દિવસે દોરીના કારણે ઘણાબધા પશુ-પંખી અને માણસો ઈજાગ્રસ્ત બનતા હોવાના સમાચારો સામે આવે છે ત્યારે આ વર્ષે વાંકાનેર વિસ્તારમાં દોરીના કારણે છ લોકોને નાનીમોટી ઈજાઓ પહોંચતા તેઓએ વાંકાનેરની વિવિધ હોસ્પિટલ ખાતે સારવાર લીધી હોવાની માહિતી મળી રહી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર અને તાલુકા વિસ્તારમાં આજે સવારથી સાંજના 4 વાગ્યા સુધીમાં કુલ છ લોકોને પતંગની દોરીના કારણે ઈજાઓ પહોંચી હતી, જેમાંથી બે દર્દીઓએ પીર મશાયખ હોસ્પિટલ, ત્રણ દર્દીઓએ પાસલીયા હોસ્પિટલ અને એક દર્દીએ હરીઓમ હોસ્પિટલ ખાતે સારવાર લીધી હતી. જેમાં હજું સુધી કોઈ વ્યક્તિનું ગંભીર અકસ્માતમાં દોરીના કારણે મોત થયું હોવાનાં સમાચારો મળ્યા નથી….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!