કોળી સમાજ દ્વારા દર વર્ષે માંધાતા જયંતિની વિશેષ ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આવતીકાલે માંધાતા જયંતિની નિમિત્તે સમસ્ત કોળી સમાજ માંધાતા ગ્રુપ-વાંકાનેર દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વાંકાનેર કોળી સમાજના તમામ નાગરિકોને હાજર રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે….

આ ભવ્ય શોભાયાત્રા સંતશ્રી વેલનાથબાપુના મંદિર-વાંકાનેર ખાતેથી સવારે આઠ વાગ્યે પ્રસ્થાન કરી વાંકાનેર શહેરના રાજમાર્ગો પર ફરી જાલી ખાતે આવેલ ભગવાન માંધાતા દેવ અને સંતશ્રી વેલનાથબાપુના મંદિર ખાતે પુર્ણ થશે. જેથી આ શોભાયાત્રામાં વાંકાનેર વિસ્તારના કોળી સમાજને મોટી સંખ્યામાં જોડાવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!