વાંકાનેર : લીંબાળા ધાર પાસે આવેલ સ્ટોન ક્રશરની ઓરડીમાં રહેતા આધેડનો ગળાફાંસો ખાઇ આપઘાત…..

0

વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના લીંબાળા ગામની ધાર પાસે આવેલ સ્ટોન ક્રશરની ઓરડીમાં રહી કામ કરતા એક આધેડ વયના પુરુષે યુવાન પુત્રની સગાઈ કરવાની ચિંતામાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ પડધરી તાલુકાના તરઘરી ગામના વતની અને હાલમાં વાંકાનેર તાલુકાના લીંબાળાની ધાર પાસે આવેલ સ્ટોન ક્રશરની ઓરડીમાં રહી કામ કરતા હસમુખભાઈ ઉર્ફે હરિભાઈ મકવાણા નામના આધેડે તેની પત્નીના મૃત્યુ બાદ યુવાન પુત્રની સગાઈની ચિંતામાં ગઈકાલે તેની ઓરડીમાં લોખંડની એન્ગલ સાથે દોરી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની વાંકાનેર પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1