31 St ડિસેમ્બર પાર્ટી માટે મંગાવવામાં આવેલ બિયરનો જથ્થો ઝડપી લેતી પોલીસ….

વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામની સીમમાંથી આવેલ વાડીમાં મોટા જથ્થામાં વિદેશી દારૂ-બિયરનો મંગાવવામાં આવેલ હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી 261 નંગ બિયરના ટીન સહિતનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા પોલીસ અધિક્ષક મોરબીનાઓ દ્વારા મોરબી જીલ્લામાં આગામી 31st ડીસેમ્બરની ઉજવણી શાંતીપૂર્ણ રીતે થાય તે અનુસંધાને પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ અટકાવવા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીને સુચના કરેલ હોય જે અન્વયે એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ક્વોડનો સ્ટાફ કાર્યરત હોય દરમ્યાન એલ.સી.બી. સ્ટાફને ખાનગી રાહે બાતમી મળેલ કે, યોગીરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામની સીમમાં સાજડીયા તરીકે ઓળખાતી સીમમાં આવેલ પોતાના કબજા ભોગવટા વાળી વાડીમાં ગેરકાયદેસર ઇંગ્લીશ દારૂનો જથ્થો ઉતારેલ છે…

જેના આધારે મોરબી એલ.સી.બી. ટીમે સ્થળ પર દરોડો પાડતાં વાડીમાંથી આરોપી યોગીરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા વિદેશી દારૂ-બીયરના 261 નંગ ટીન જેની કિંમત રૂ.73,100 તથા એક મોબાઇલ સહિત કુલ રૂ.78,100ના મુદામાલ સાથે મળી આવતા તેના વિરૂધ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ગુનો નોંધી, સાથે જ આ દારૂ પ્રકરણમાં ડાડામીયા ઉર્ફે રાજુબાપુ ભાઉદીનપૌત્રા (રહે. હડાળા, તા.જી.રાજકોટ)નું નામ ખુલતા તેની સામે પણ ગુનો નોંધી તેને ઝડપી લેવા સહિત ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!