વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલ બંધ મકાનમાંથી 80 બોટલ વિદેશી દારૂ સાથે બે ઝડપાયાં….

0

વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલ એક પડતર મકાનમાં ચોક્કસ ખાનગી બાતમીને આધારે પોલીસે દરોડો પાડી 80 બોટલ વિદેશી દારૂ સાથે બે આરોપીઓને સ્થળ પરથી ઝડપી પાડી બંનેની સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલ જગદીશભાઈ ડાયાભાઈ ગાંગડીયાના કબ્જા ભોગવટાવાળા પડતર મકાનમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસ ટીમને સ્થળ પર દરોડો પાડતાં ત્યાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 80 બોટલો મળી આવી હતી,

જેથી પોલીસે કુલ રૂ. 26,080ની કિંમતના મુદ્દામાલ સાથે આરોપી જગદીશભાઈ ડાયાભાઈ ગાંગડીયા(ઉ.વ. ૨૯, રહે. લાકડધાર) અને પ્રવીણભાઈ કેશુભાઈ પરમાર (ઉ.વ. ૨૭, રહે. ઢુવા)ની ધરપકડ કરી બંને સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1