વાંકાનેર શહેર પોલીસ દ્વારા શહેરમાં બે અલગ-અલગ સ્થળેથી વરલી ફીચારના આંકડા લખી જુગાર રમતા-રમાડતા બે શખ્સોને પકડી પાડ્યા હતા જેમાં પોલીસે બંને આરોપીઓ સામે વાંકાનેર શહેર પોલીસ મથકે વિધિવત ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાં વર્લી ફીચરના આકડા લખી જુગાર રમી-રમાડતા ઈબ્રાહીમ હારૂનભાઈ સંધાવાણીને વાંકાનેર શહેર પોલીસે રોકડ રકમ રૂ. 730 સાથે ઝડપી પાડ્યો હતો…

આ સાથે જ વાંકાનેર શહેર પોલીસ દ્વારા અન્ય એક બનાવમાં રમણીકભાઈની વાડી નજીક જાહેરમાં વરલી ફીચરનો જુગાર રમતા ગોવિંદભાઈ ગંગારામભાઈ મદ્રાસણીયાને રોકડ રકમ રૂ. 380 સાથે ઝડપી બંને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Hpo1NX3xfPNGBiOIH1pAjL

error: Content is protected !!