મોમીન સમાજની આસ્થાના પ્રતિક સમા મોમીનશાહ બાવાના ઉર્ષની પરંપરાગત રીતે  વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરાશે…

વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના ચંદ્રપુર ગામ ખાતે આજરોજ મોમીન સમાજની આસ્થાના પ્રતિક સમા મહાન સુફી સંત અને મોમીન કોમના રાહબર એવા હઝરત પીર સૈયદ મોમીનશાહ બાવાનો ઉર્ષ મુબારક પરંપરાગત રીતે આસ્થાભેર ઉજવવામાં આવશે. જેમાં હજારો અનુયાયીઓની હાજરીમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે આજે ઉર્ષની ઉજવણી કરાશે…

મોમીનશાહ બાવાના મોટા દિકરા, સજજાદાનશીન અને મોમીન કોમના પીર, રાહબર, ગાદીપતિ અલ્‍હાજ હઝરત પીર સૈયદ વિઝારતહુશેન બાવા સાહેબના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર ઉર્ષ મુબારકની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે સવારે કુર્આન ખ્‍વાની, ત્‍યારબાદ ન્‍યાઝ અને સાંજે બાવા સાહેબના કુટુંબીજનોની હાજરીમાં સંદલ શરીફની પવિત્ર રશમ અદા કરવામા આવશે…

ઉર્ષના મુબારક પ્રસંગે સમગ્ર દરગાહ શરીફના કંપાઉન્ડને લાઈટો અને ફુલોથી સણગારવામાં આવી છે, જેમાં રાત્રીના લાઇટોનું ઝગમગતું અંજવાળું દુરથી પણ ઉડીને આંખે વળગે તેવું આકર્ષક પેદા કરે છે. છેલ્લા બે દિવસથી ચાલતા વિવિધ ધાર્મિક કાર્યક્રમો બાદ આજ સવારથી જ ઉર્ષના છેલ્લા દિવસે હજારો અનુયાયીઓ દરગાહ શરીફની મુલાકાત લઈ રહ્યા છે.‌…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

error: Content is protected !!