વાંકાનેર તાલુકાના આગામી પીપળીયા ગામથી જુની કલાવડી ગામ તરફ જવાનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં હોય જેથી બાબતે વાંકાનેર ધારાસભ્ય દ્વારા રોડના નવિનીકરણ બાબતે રજૂઆત સાથે માંગ કરવામાં આવી હતી જે અનુસંધાને રોડના નવિનીકરણ માટે મંજૂરી મળતાં આજે આ રોડના નવિનીકરણના કામનું વાંકાનેર ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું….

વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા, કોગ્રેસ અગ્રણી ઈરફાન પીરઝાદા, જીલ્લા પંચાયત સદસ્ય નવઘણભાઈ મેઘાણી, કરસનભાઈ લુભાણી, કોંગ્રેસ અગ્રણી રસુલભાઈ કડીવાર, હાસમભાઈ બાંભણીયા, વાંકાનેર યુથ કોંગ્રેસ પ્રમુખ આબીદ ગઢવારા, ગામના સરપંચ સહિતના ઉપસ્થિત રહ્યા હતા….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

error: Content is protected !!